શ્રેયસ પ્રચારક સભામાં આપનું સ્વાગત છે

આત્માના ગુણોની ઊંડાણભરી સમજ આપી, તે ગુણોની પ્રાપ્તિ કરવા તથા કરાવવા ઉત્સાહીત કરવા સાથે આત્માની એકતા તથા અનેકતાના ભેદ સમજાવનાર, તેમજ શ્રી પંચપરમેષ્ટિપદમાં અગ્રસ્થાને બિરાજમાન શ્રી તિર્થંકરપ્રભુને સવિનય કોટિ કોટિ વંદન હો.

શુભેચ્છા સંદેશ

શ્રી સર્વજ્ઞ વીતરાગ પ્રભુની કૃપાથી સહુ ભવ્ય જીવોને આત્માર્થ ત્વરાથી પ્રાપ્ત થાઓ. ૐ શાંતિ.

— સરયુ આર. મહેતા ૦૭–૦૭–૨૦૧૫

શ્રેયસ પ્રચારક સભા વિશે

અમારો પરિચય

પૂજ્ય સરયુબેન મહેતાનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી ગામમાં ૨૭ ડિસેમ્બર, ૧૯૩૮ ના દિવસે થયો હતો. તેમના પિતાશ્રી ભોગીભાઈ ગિરધરલાલ શેઠ તથા માતુશ્રી સુશીલાબેન સંસ્કારી તથા ધર્મપ્રેમી હતા. તેઓએ સરયુબેનને બાળપણથી ધર્મસંસ્કારો આપીને ધર્મભાવના તેમના હૃદયમાં જાગૃત કરી હતી. મુંબઈ ઈ.સ. ૧૯૪૮ માં આવ્યા બાદ સેંટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કરી ઈ.સ. ૧૯૬૦ માં એમ.એ. ની ડિગ્રી પ્રાપ્ત કરી.

સરયુબેનના હૃદયમાં નાની ઉંમરથી જ વૈરાગ્ય ભાવના જાગી હતી. એમના બાળ હૃદયમાં એક પ્રશ્ન સતત ઊઠતો હતો કે “હું શા માટે જીવું છું?” તે પ્રશ્નના જવાબની શોધમાં તેઓ હતા. ઈ.સ. ૧૯૫૨ ની સાલમાં “શ્રીમદ્દ રાજચંદ્ર” વચનામૃતની પાંચમી આવૃત્તિ વાંચવા મળી. તે વાંચતા તેમને થયુું કે આ ગ્રંથમાં મારા પ્રશ્નનો જવાબ રહેલો છે. તેથી તેનો અભ્યાસ કરવાનું શરુ કર્યુ અને તેમને રાજપ્રભુ પ્રતિ પરમ પિતા જેવો ભાવ રહેવા લાગ્યો. ઈ.સ. ૧૯૬૩ માં તેમણે કૃપાળુદેવના જીવન અને કવનનો ઊંડો અભ્યાસ કરવા માટે પી.એચ.ડી.નો અભ્યાસ શરુ કયો અને ઈ.સ. ૧૯૬૫ માં “શ્રીમદ્દ રાજચંદ્ર – એક અભ્યાસ” એ નામે થીસીસ પૂરી કરી અને પી.એચ.ડી.ની ડીગ્રી મેળવી. કૃપાળુદેવની જન્મ શતાબ્દીના સંભારણારૂપે આ ગ્રંથ “શ્રીમદ્દની જીવનસિધ્ધી” નામે ઈ.સ. ૧૯૭૦ માં પ્રકાશિત થયો.

વધુ વાંચો