શ્રેયસ પ્રચારક સભામાં આપનું સ્વાગત છે
આત્માના ગુણોની ઊંડાણભરી સમજ આપી, તે ગુણોની પ્રાપ્તિ કરવા તથા કરાવવા ઉત્સાહીત કરવા સાથે
આત્માની એકતા તથા અનેકતાના ભેદ સમજાવનાર, તેમજ શ્રી પંચપરમેષ્ટિપદમાં અગ્રસ્થાને બિરાજમાન
શ્રી તિર્થંકરપ્રભુને સવિનય કોટિ કોટિ વંદન હો.
શ્રેયસ પ્રચારક સભા વિશે
પરિચય
શ્રી શ્રેયસ પ્રચારક સભાની સ્થાપના પૂજ્યશ્રી ભોગીલાલભાઈ ગિરધરલાલ શેઠની પ્રેરણાથી મુંબઈ મધ્યે ૨૩-૧૨-૧૯૮૦ ના દિને થયેલું જેના પ્રથમ ટ્રસ્ટીઓ શ્રી જયોતિભાઇ બી. મોદી, શ્રી પ્રવીણભાઈ એ. મહેતા તથા શ્રી અમૃતલાલ એમ મહેતા હતા.
આ સ્થાપના જનસમૂહના પારમાર્થિક ઉત્કર્ષમાં કોઈ પ્રકારે ઉપયોગી અને સહાયભૂત થવાના હેતુથી કરવામાં આવેલ. આ ઉપરાંત ટ્રસ્ટનો ઉદ્દેશ જગતના તમામ ધર્મના તત્વાર્થને પામી સાંસ્કૃતિક, નૈતિક તથા આધ્યાત્મિક ઉત્કર્ષ માટે તેની મહત્તા સમજાવી તેનો ઉપયોગ જીવનમાં વિકાસ માટે થાય અને તેને લગતા સાહિત્ય તેમજ અન્ય ઉપકરણોને એકઠા કરી તેના પ્રકાશનને માટે અને જરૂરિયાત મંદોને આર્થિક તેમજ અન્ય સહાય પહોંચાડવાનો છે.
આ હેતુથી સભા તરફથી અત્યાર સુધીમાં ઘણા પુસ્તકો પ્રસિદ્ધ થઇ ચૂક્યાં છે. વળી મુમુક્ષોઓની જરૂરીયાતોને લક્ષમાં રાખીને કેટલાંક પુસ્તકોને વેબસાઈટ પર મૂકવાનો નિર્ણય સભાએ લીધેલ છે જે વાચક સમૂહને યોગ્ય માર્ગદર્શનરૂપ થઈ, પ્રભુ પ્રતિની પ્રેમવૃદ્ધિમાં સહાયરૂપ થશે એવી આશા છે.